ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિર માતાજીને આજે ત્રિરંગાનો શ્રૃંગાર કરાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૬
જૂનાગઢ ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરમાં બિરાજમાન શક્તિપીઠ અંબાજી માતાને આજે દેશના ૭૭માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પૂજારી ભાઈઓએ માતાજીને વિશેષ સિંગાર કરી આજે માતાજીને ત્રિરંગાની સાડી પહેરાવી અને ત્રિરંગા ધ્વજ સાથે માતાજીનો સિંગાર કર્યો હતો.


