સોરઠીયા વાણંદ સમાજનાં આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું
જૂનાગઢ, તા.૭ : શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે સત્યમ સેવા યુવક મંડળ, શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રતીદાદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જય શ્રી જગન્નાથજીના મહિમા સાથે દિવ્ય સુંદરકાંડ પાઠ-જગન્નાથ ગાથાનું સુંદર આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં શ્રી જગન્નાથ પુરી ધામ-પુરી તિર્થક્ષેત્રના પ.પૂ.શ્રી વિષ્ણુ મહારાજના સુમધુર કંઠે કથાનું રસપાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ શ્રી જગન્નાથજી મંદિરના સેવક અને શ્રી સોરઠીયા વાળંદ જ્ઞાતિના મંત્રી રાજેન્દ્ર ચુડાસમાનું વિશિષ્ઠ સન્મામ કરી સન્માન પત્ર અપાયેલ હતું. તેમજ સોરઠીયા વાણંદ જ્ઞાતિનાં પ્રેસ પ્રતિનિધિ વિજય ચુડાસમાનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પ.પૂ.વિષ્ણુ મહારાજને રાજેન્દ્ર ચુડાસમા તેમજ વિજય ચુડાસમા દ્વારા શ્રી જગન્નાથજીની પ્રતિમા આપવામાં આવી હતી તેમજ શાલ ઓઢાડવામાં આવી હતી. આ સન્માનમાં શ્રી ગાયત્રી શક્તિપીઠના નાગભાઈ વાળા, સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઇ વાજા, શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના આશિષભાઈ રાવલ તેમજ શ્રી રતીદાદા ચેરીટેબલ ટ્રસ્ટના હીમાંશુભાઈ જાેશી સહીતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.


