બદ્રીનાથ કેદારનાથમાં બિન હિન્દુઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા વિચારણા

બદ્રીનાથ કેદારનાથમાં બિન હિન્દુઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા વિચારણા
Shivkhori Shrine

નવી દિલ્હી તા. ર૬
શ્રી બદ્રીનાથ અને શ્રી કેદારનાથ મંદિર સમિતિ ના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોના સૂચિત વિસ્તારોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો વિચાર સમિતિ સ્તરે કરવામાં આવી રહ્યો છે.
કેદારનાથ ક્ષેત્ર માટે, આ પ્રસ્તાવમાં સમગ્ર ખીણનો સમાવેશ થઈ શકે છે, જ્યાંથી યાત્રા શરૂ થાય છે. મ્દ્ભ્ઝ્ર આ અંગે સરકાર સાથે ચર્ચા કરી શકે છે.હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે જ્યાં મોટી સંખ્યામાં ધાર્મિક વિધિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ અને સનાતન ધર્મ સાથે સંકળાયેલા ભક્તો છે ત્યાં ખાસ જાેગવાઈઓની જરૂર છે. તેમણે સંકેત આપ્યો કે અર્ધ કુંભ પહેલા સરકારી સ્તરે પણ આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે. આ બાબતે ર્નિણય આવી શકે છે. સરકાર તેના પર વિચાર કરી રહી છે. હેમંત દ્વિવેદી કહે છે કે સરકારે જંગલ વિસ્તારો અને પર્વતીય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો પર કડક વલણ દાખવ્યું છે.
દેવભૂમિની સાંસ્કૃતિક ઓળખ પર ભાર મૂકતા, હેમંત દ્વિવેદીએ કહ્યું કે ઉત્તરાખંડ દેશ અને દુનિયામાં દેવભૂમિ તરીકે ઓળખાય છે, જ્યાં ચારધામ સહિત ઘણા પ્રાચીન મંદિરો છે અને પવિત્ર નદીઓ પણ અહીંથી નીકળે છે.
તેમણે રાજ્યના ધાર્મિક વારસાને વિશેષ રક્ષણ આપવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. હરિદ્વાર ડેમ કોઠી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, હેમંત દ્વિવેદીએ કહ્યું કે અર્ધ કુંભ એ કરોડો સનાતન ભક્તોની આસ્થા સાથે જાેડાયેલ એક ભવ્ય ઘટના છે, તેથી તીર્થસ્થળોની પવિત્રતા અને ધાર્મિક સ્વભાવ જાળવવા માટે નીતિ સ્તરે નક્કર ર્નિણયોની અપેક્ષા છે.