જૂનાગઢનાં કસ્તુરબા સોસાયટી શેરી નં. ૭માં સાર્વજનીક પ્લોટની ખરાબ હાલત : ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય

ખુલ્લા પ્લોટની બાજુમાં જ વર્ષો પુરાણો આવેલો કુવો ખુલ્લો હોય અકસ્માતનો ખતરો તંત્ર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવાની માંગ

જૂનાગઢનાં કસ્તુરબા સોસાયટી શેરી નં. ૭માં સાર્વજનીક પ્લોટની ખરાબ હાલત : ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય

જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરનાં રસ્તાઓની બદતર હાલત રહેલી છે. તેમાં પણ ચોમાસાનાં દિવસોમાં વધુ ખરાબ હાલત સર્જાણી છે. અને દરેક વિસ્તારમાંથી લોકોની વ્યાપક ફરીયાદો છે. આ દરમ્યાન કસ્તુરબા સોસાયટીની શેરી નં.૭માં ગંદકી અને કાદવ કીચડનાં થર જામ્યા છે. એટલું જ નહી સાર્વજનીક પ્લોટ પાસે એક ખુલ્લો કુવો હોય જેને લઈને અકસ્માતનો ખતરો રહેલો છે. જાે કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની ? તેવા સવાલ વચ્ચે આ વિસ્તારમાં તત્કાલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કસ્તુરબા સોસાયટી શેરી નં.૭ની કેટલી હદે બેહાલી થઈ છે તેની આ પ્રસ્તુત તસ્વીરમાં જાેવા મળે છે. ઠેર ઠેર ગંદકી, કાદવ-કીચડનાં થર જામેલા છે. ગટરનાં ઢાંકણા પણ રસ્તાનાં લેવલ કરતાં વધારે છે. આ ઉપરાંત સાર્વજનીક પ્લોટની બાજુમાં જ આવેલી જગ્યામાં ખુલ્લો કુવો જાેવા મળી રહયો છે. રાત્રીનાં વખતે અવર જવર કરતી વખતે કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની ? તેવો સવાલ ઉઠવા પામેલ છે. સંભવિત અકસ્માત સર્જાય તો તેની જવાબદારી જે તે કોર્પોરેટરની રહેશે તેવું પણ ચર્ચાઈ રહયું છે. ચોમાસાનાં દિવસોમાં સફાઈ અભિયાન મનપા તંત્ર દ્વારા કરવામાં આવી રહયું હોવાનાં દાવા કરવામાં આવી રહયા છે. પરંતુ કસ્તુરબા સોસાયટીની શેરી નં. ૭ની ખરાબ હાલતનાં આ દ્રશ્યો જાેતાં કેવી રીતે સફાઈ કરવામાં આવતી હશે તે સામે પણ મોટો સવાલ ઉઠવા પામ્યો છે. આ વિસ્તારનાં લોકોની માંગણી છે કે તત્કાલ આ વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા સફાઈ સહીતની કામગીરી કરવાની માંગણી ઉઠવા પામી છે.