વિશ્વમાં સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા ટોચના ૧૦ શહેરોમાં ભારતના ૪ શહેરો-ગુજરાતના બે
(બ્યુરો) અમદાવાદ તા.૨૪:
દેશની વસતિ ગણતરી પ્રક્રિયા આગામી વર્ષથી શરૂ થશે અને તેમાં ભારતીયોની સંખ્યા ૧૫૦ કરોડ કે તેથી વધુ હશે તે નિશ્ચિત છે પણ દેશમાં વધતી વસતી અને ભારતનું ક્ષેત્રફળ તો તેટલું જ છે તેથી વધારે વસતિના કારણે વસવાટ ગીચ થયા છે.
ખાસ કરીને મોંઘા આવાસ અને ગરીબીએ લોકોને ઝુપડપટ્ટી કે તેવા આવાસોમાં વસવાની ફરજ પાડી છે. તેમાં શહેરીકરણ પણ વધી રહ્યું છે અને હાલ તો સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક રિપોર્ટ કહે છે કે દેશના ધનિષ્ઠ-ગીચ-વસતિ ધરાવતા વિશ્વના ૧૦ મોટા મહાનગરોમાં ગુજરાતના બે મહાનગરો સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે. દેશના કુલ ૪ મહાનગરો ટોપ-૧૦ ધનિષ્ઠ આબાદી ધરાવતા શહેરોમાં સ્થાન મેળવે છે. સૌથી વધુ ચોંકાવનારુ એ છે કે વિશ્વના ટોપ-૧૦ ધનિષ્ઠ-પ્રતિ ચોરસ કિલોમીટર સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મુંબઈ પ્રથમ સ્થાને છે.
મુંબઈમાં પ્રતિ ચોરસ કિલોમીટર ૨૭૦૦૦ લોકો રહે છે તો આ યાદીમાં ગુજરાતનું સુરત પ્રતિ ચોરસ કિલોમીટર રહેતા લોકોમાં ૨૪૦૦૦ની વસતિ સાથે ચોથા સ્થાને અને અમદાવાદ આ યાદીમાં નવમાં ક્રમે પ્રતિ સ્કવેર કી.મી. ૨૨૦૦૦ની વસ્તીએ સાથે છે અને દેશનું આઈટી લીટી બેંગ્લોર ૧૦માં ક્રમે છે.


