ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠી તેમજ વરવાળા ટી.બી. સેનેટોરિયમ (શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ) ઉદ્ઘાટનનું ભવ્ય આયોજન

ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠી તેમજ વરવાળા ટી.બી. સેનેટોરિયમ (શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ) ઉદ્ઘાટનનું ભવ્ય આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૬
અનંત શ્રીવિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતીજી મહારાજશ્રીની કૃપાપ્રસાદીથી શ્રી શરદાપીઠ વિદ્યાસભા અંતર્ગત સંચાલિત શ્રીદ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી એવં ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-દ્વારકામાં તારીખ ૬-૨-૨૬ થી ૮-૨-૨૬ના રોજ સમાયોજિત ત્રિદિવસીય વૈદિક સંગોષ્ઠીના આયોજન સંદર્ભે તેમજ શ્રી વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલના તારીખ ૫-ર-૨૬ના રોજ ઉદ્ઘાટન સંદર્ભે તારીખ ૨૪-૧-૨૬ને શનિવારે સાંજે ૫ વાગ્યે પૂજ્ય મહારાજશ્રીના પ્રિય શિષ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીની નિશ્રામાં બેઠક સંપન્ન થઈ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત બંને કાર્યક્રમો અનંત શ્રીવિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતીજી મહારાજશ્રીના પવિત્ર સાનિધ્યમાં સંપન્ન થવાના હોય. આ પાવન પ્રસંગે દ્વારકાના સૌ ધમર્પ્રિય નગરજનોને ઉપસ્થિત રહેવાનું ભાવભર્યું નિમંત્રણ છે.