કામધેનુ યુનિવસિર્ટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે "નશા મુક્ત યુવા – વિકસિત ભારત અભિયાન ૨.૦" અંતર્ગત પ્રધાનમંત્રીના જીવંત સંબોધનનું પ્રસારણ યોજાયું
જૂનાગઢ, તા. ૩
કામધેનુ યુનિવસિર્ટી સંલગ્ન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢની રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) એકમ દ્વારા"નશા મુક્ત યુવા – વિકસિત ભારત અભિયાન ૨.૦ "અંતર્ગત ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવંત સંબોધનનું પ્રસારણ મહાવિદ્યાલયના સેમિનાર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મહાવિદ્યાલયના આચાર્યડૉ. એમ. ડી. ઓડેદરા, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં યુવાનોને નશાના દૂષણથી દૂર રહી સ્વસ્થ, સશક્ત અને જવાબદાર નાગરિક તરીકે દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે "નશા મુક્ત ભારત"ના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવાની સાથે યુવા શક્તિને વિકસિત ભારતના મજબૂત પાયારૂપ ગણાવી હતી.આકર્યક્રમમા દેશના ખુણે ખુણેથી લોકો અને વિધ્યાર્થીઓ જોડાયા હતા અને એક કરોડ્થી વધુ યુવાઓએ "નશા મુક્તી પ્રતિજ્ઞા" ગ્રહણ કરી હતી. કાર્યક્રમ દરમ્યાન મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદરા અને NSS કાર્યક્રમ અધિકારી ડૉ. એસ. વી. માવદિયાના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓએ"નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા"ગ્રહણ કરી હતી. પ્રતિજ્ઞા દ્વારા જીવનમાં કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા, અન્ય લોકોને પણ નશા છોડવા માટે પ્રેરિત કરવા તેમજ સ્વસ્થ, સુરક્ષિત અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આચાર્ય ડૉ. એમ. ડી. ઓડેદરાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે નશામુક્ત યુવા શક્તિ અત્યંત જરૂરી છે અને દરેક વિદ્યાર્થીએ સમાજમાં નશા વિરોધી જનજાગૃતિ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. કાર્યક્રમનું સફળ આયોજન NSS કાર્યક્રમ અધિકારી ડૉ. એસ. વી. માવદિયાના સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન "વિકસિત ભારત ૨૦૪૭" ના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે યુવાનોને નશાના દૂષણથી દૂર રહી જ્ઞાન, કૌશલ્ય, સંસ્કાર અને સેવા ભાવના દ્વારા આર્ત્મનિભર અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહભાગી બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું.


