બાયોમેડીકલ વેસ્ટનો નિયમ મુજબ નિકાલ ન કરતાં દવાખાનું સીલ કરાયું

બાયોમેડીકલ વેસ્ટનો નિયમ મુજબ નિકાલ ન કરતાં દવાખાનું સીલ કરાયું

જૂનાગઢ તા. ર૧

જૂનાગઢમાં કડીયાવાડ શાકમાર્કેટ ખાતે આવેલા રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં પ્રેકટીસ કરતા ડો. એ.જે. મોગલને બાયોમેડીકલ વેસ્ટનું સીરીઝ, બાટલા, વાયલ વગેરેનો બાયોમેડીકલ વેસ્ટનાં ધારાધોરણ મુજબ નિકાલ કરવા માટે સુચનાઓ આપી હોવા છતાં પણ યોગ્ય રીતે નિકાલ થતો ન હોય તથા બાયોમેડીકલ વેસ્ટનાં જરૂરી ડોકયુમેન્ટ ન હોય તેથી મનપાનાં કમિશ્નર તથા મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની સુચના મુજબ આજરોજ સીલ કરવામાં આવેલ છે.