જૂનાગઢની દવા બજાર આગામી બુધવારે બંધ રહેશે
ઓલ ઈન્ડીયા એસોસીએશન દ્વારા 1 દિવસની દવા બજારની દેશ વ્યાપી હડતાળનાં પગલે કેમીસ્ટ એસોસીએશન જૂનાગઢનાં પ્રમુખ કાંતિભાઈ પટેલની જાહેરાત, ઈમરજન્સી માટે ૩ દુકાન ખુલી રહેશે 1. આદર્શ મેડીસીયન્સ (ઝાંઝરડા બાયપાસ રોડ), 2. આર.કે. મેડીકલ (ધ્રવ ચેમ્બર),3. અરિહંત મેડીકલ સ્ટોર (ધ્રુવ ચેમ્બર)
જૂનાગઢ તા. 15
આગામી તા. 20મેનાં રોજ દેશભરની દવા બજાર બંધ રહેશે અને જે અંગેની જાહેરાત અને એલાન ઓલ ઈન્ડીયા એસોસીએશન દ્વારા કરવામાં આવેલ છે. જૂનાગઢની દવા બજાર પણ એક દિવસ બંધ રહેશે. જાે કે ઈમરજન્સી સેવા માટે જૂનાગઢમાં આવેલા 3 મેડીકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવશે. અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કેમીસ્ટ એસોસીએશન જૂનાગઢનાં પ્રમુખ કાંતિભાઈ પટેલે જાહેરાત કરી છે.
જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં આગામી તા. 20મેના રોજ દવા બજારની હડતાળનું એલાન કરવામાં આવેલ છે. અને જે અંતર્ગત દરેક શહેરો અને ગામોમાં આ દિવસે મેડીકલ સ્ટોર હડતાળમાં જાેડાશે અને એક દિવસ બંધ પાડશે. જૂનાગઢનાં મેડીકલ સ્ટોર ઘારકો પણ આ હડતાળમાં જાેડાનાર છે. જે અંગે કેમીસ્ટ એસોસીએશન જૂનાગઢનાં પ્રમુખ કાંતિભાઈ પટેલે જાહેરાત કરી છે. જૂનાગઢ કેમીસ્ટ એસો.નાં પ્રમુખ કાંતિભાઈ પટેલે વધુમાં જણાવેલ છે કે ઓલ ઈન્ડીયા એસોસીએશન દ્વારા તા. 20મેના હડતાળનું એલાન કરવામાં આવેલ છે. અને એક દિવસ સમગ્ર ભારતમાં દવા બજાર બંધ રાખવાનું નકકી કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરમાં પણ બુધવારે દવા બજાર બંધ રહેશે. આ હડતાળ પાડવાનાં કારણમાં જણાવેલ હતું કે છેલ્લા કેટલાક સમય થયા ઓનલાઈન દવાનું મોટાપાયે વેંચાણ થતું હોય તેમાં ખાસ કરીને ગર્ભપાત તેમજ નશાકારક દવાનું પણ બેફામ વેંચાણ કરવામાં આવી રહયું છે. એસોસીએશન દ્વારા અવાર નવાર સંબંધીત વિભાગને તેમજ સરકારને રજુઆતો કરવામાં આવે છે. પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી. વિશેષમાં ઓનલાઈન દવા વેંચાણમાં એકને એક પ્રિસ્કીપ્શનનો વારંવાર દુરઉપયોગ તેમજ એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવતા પ્રિસ્ક્રીપ્શનનો થઈ રહેલો બેફામ દુરઉપયોગનાં સહિતનાં પ્રશ્ને હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
ઓલઈન્ડીયા એસો.નાં એલાન અનુસાર આગામી તા. 20મેના રોજ ભારતભરની દવા બજાર બંધ રહેશે. જૂનાગઢમાં પણ દવા બજાર બંધ રાખવામાં આવશે. દવા બજાર બંધનાં સમયગાળામાં ઈમરજન્સી સેવા માટે અને કોઈને તકલીફ ન પડે તે માટે જૂનાગઢનાં કુલ 3 મેડીકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવશે. ખાસ કરીને આદર્શ મેડીસીન્સ ઝાંઝરડા બાયપાસ રોડ, આર.કે. મેડીકલ ઘ્રુવ ચેમ્બર, એસટી રોડ, અરીહંત મેડીકલ સ્ટોર એસટી રોડ, ધ્રુવ ચેમ્બર ખુલ્લો રાખવામાં આવશે.
વિશેષમાં જૂનાગઢ શહેર તેમજ આસપાસનાં તેમજ જીલ્લાભરનાં દર્દીઓને કેમીસ્ટ એસો.નાં પ્રમુખ કાંતિભાઈ પટેલ અને મંત્રી રોહીત ફળદુએ અપીલ કરી છે કે જાે બહુ ઈમરજન્સી ન હોય તો આ એક દિવસ પુરતુ તેમનાં સમયમાં ફેરફાર કરવા વિનંતી કરી છે.


