એસબીઆઈ ખાતા ધારકો સાવધાન ! હવે બેંકમાંથી રોકડ ઉપાડવા પર ચાર્જ લાગશે

એસબીઆઈ ખાતા ધારકો સાવધાન ! હવે બેંકમાંથી રોકડ ઉપાડવા પર ચાર્જ લાગશે

(એજન્સી)     નવી દિલ્હી તા.ર૦
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ખાતાધારકો માટે એલર્ટ જાહરે કર્યું છે. સાથે જ નિયમમાં પણ ફેરફાર કર્યો છે. બેંકની ચેતવણી છે કે જો તમે SBIની બ્રાન્ચમાંથી ૪ થી વધુ વખત પૈસા ઉપાડશો તો તમારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા ફેરફાર હેઠળ, હવે ફક્ત બ્રાન્ચમાંથી ઉપાડ પર પ્રથમ ૪ ટ્રાન્ઝેક્શન મફત કરવામાં આવ્યા છે. ૫ાંચમા ટ્રાન્ઝેક્શનથી શુલ્ક લાગુ પડશે. આ નિયમ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી લાગુ થશે.
ETના અહેવાલ મુજબ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ખાતાધારકોને જાણ કરી છે કે આ ફેરફારો તમામ ખાતાધારકોને લાગુ પડશે નહીં. ફક્ત બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતા માટે સવિર્સ ચાર્જ લાગુ પડશે. જો તમારું પણ આ ખાતું છે, તો તમે બેંકની શાખામાંથી ૧ મહિનામાં ફક્ત ૪ વખત મફત રૂપિયાનો ઉપાડ કરી શકો છો. તેનાથી વધુ વખત ઉપાડ કરવા પર તમારે ચાર્જ ચૂકવવો પડશે.