ઈરાન વિરૂધ્ધ ટ્રમ્પ દ્વારા મોટા આર્થિક પ્રતિબંધોનું એલાન

ઈરાન વિરૂધ્ધ ટ્રમ્પ દ્વારા મોટા આર્થિક પ્રતિબંધોનું એલાન

(એજન્સી)         વોશિંગ્ટન તા.ર૦
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઈરાને સમજૂતીની તક ગુમાવી દીધી છે, તેથી હવે તેને આર્થિક રીતે અલગ-થલગ કરવામાં આવશે.
ટ્રમ્પે ચેતવણી આપી કે ઈરાનને મદદ કરનારા દેશો અને સંસ્થાઓ પર પણ કાર્યવાહી થશે. તેમાં બેંક, કંપનીઓ, એરપોર્ટ અને સરકારી સંસ્થાઓ સામેલ છે.
તેમણે ઓઈલ તસ્કરી નેટવર્ક પર કાર્યવાહી કરવા અને કેશ ટ્રાન્સફર, કરન્સી એક્સચેન્જ, જહાજોના રજીસ્ટ્રેશન અને નકલી કંપનીઓ દ્વારા ઈરાન સુધી પહોંચતી આર્થિક મદદને રોકવાની વાત કરી છે.
ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ અને વાયુસેનાને મોટું નુકસાન થયું છે અને તેની ઘણી સૈન્ય ફેક્ટરીઓ તબાહ થઈ ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ઈરાનની મુદ્રાની હાલત ખૂબ ખરાબ છે અને દેશ આર્થિક સંકટમાં છે.
ટ્રમ્પે અમેરિકાની નવી આર્થિક કાર્યવાહીને ‘ઇકોનોમિક ડી-ડે’ ગણાવી. સરળ ભાષામાં તેનો અર્થ એ છે કે અમેરિકા ઈરાન પર ખૂબ મોટું આર્થિક દબાણ લાવવા જઈ રહ્યું છે.