પાક.-અફઘાન સંઘર્ષમાં ૩૦૦ના મોત-પ૦૦ ઘાયલ  ચીન-રશીયા દ્વારા સમાધાનના પ્રયાસો

પાક.-અફઘાન સંઘર્ષમાં ૩૦૦ના મોત-પ૦૦ ઘાયલ  ચીન-રશીયા દ્વારા સમાધાનના પ્રયાસો

(એજન્સી)           મોસ્કો તા.૨૮: 
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષમાં ૩૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને બંને બાજુ ૫૦૦ થી વધુ ઘાયલ થયા છે. બંને દેશો એકબીજાને વધુ લશ્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે.પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ખુલ્લેઆમ યુદ્ધ શરૂ થઈ ગયું છે. તાલિબાન પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યું છે. દિવસના આ હુમલા બાદ તાલિબાન પણ મૌન રહ્યું છે.
ચીન અને રશિયાએ પાક. અને અફઘાનિસ્તાન સંઘર્ષનો અંત લાવવા અને રાજદ્વારી માધ્યમથી મતભેદો ઉકેલવા વિનંતી કરી છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષે જાનહાનિ થઈ છે, જેમાં નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અમે અમારા મિત્ર દેશો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને આ ખતરનાક સંઘર્ષ બંધ કરવા અને રાજકીય અને રાજદ્વારી માધ્યમથી તમામ મતભેદો ઉકેલવા માટે વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા હાકલ કરીએ છીએ. દરમિયાન, ચીને પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરવાની અપીલ કરી છે. ઘણા અન્ય દેશોએ પણ બંને પક્ષે સંયમ અને તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે.