૪૦ આતંકવાદીઓ કાશ્મીરમાં ઘુષણખોરી કરવાની ફીરાકમાં
(એજન્સી) નવી દિલ્હી તા.૧૬:
ઓપરેશન સિંદૂરમાં સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયેલી પાકિસ્તાની સેના અને ૈંજીૈં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સુરક્ષા દળોને એવા ઇનપુટ મળ્યા છે કે ૪૦ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના રાજાૈરી, પૂંછ, કુપવાડા અને બારામુલા ન્બ્ઘ્ થી ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. માહિતી અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૭ થી ૮ લોન્ચ પેડ સક્રિય છે, જ્યાં આ આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે. વાસ્તવમાં, ઓક્ટોબરથી ન્ર્ંઝ્ર ના મોટાભાગના વિસ્તારોમાં બરફ પડવાનું શરૂ થશે . આવી સ્થિતિમાં, આતંકવાદીઓ ન્ર્ંઝ્ર પાર કરીને તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે.


