નીટ-2026ની પરીક્ષા રદ્દ પેપર ફુટવાના મામલાની સીબીઆઈ તપાસ થશે
ગત તા.3 મેના રોજ 23 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી : પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે
નવી દિલ્હી તા.12
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 3 મેના રોજ યોજાયેલી NEET 2026 પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. NTAએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે.
દ્ગ્છએ જણાવ્યું કે તપાસ દરમિયાન સામે આવેલા તથ્યો અને કાયદા અમલીકરણ એજન્સીઓના અહેવાલ પરથી સ્પષ્ટ થયું કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય રહેશે નહીં. આવા સંજોગોમાં, હવે NEET-UG 2026 ની પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડ સંબંધિત શેડ્યૂલ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે.
આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે તેને કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ને સોંપવાનો ર્નિણય લીધો છે. એજન્સીએ કહ્યું છે કે તે CBIને દરેક પ્રકારનો સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ દસ્તાવેજો અને રેકોર્ડ ઉપલબ્ધ કરાવશે.
૩ મેના રોજ દેશભરમાં NEET-UG 2026ની પરીક્ષા યોજાઈ હતી. આશંકા છે કે પરીક્ષાનું પેપર પહેલાથી જ લીક થઈ ગયું હતું. રાજસ્થાનમાં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી હાથથી લખેલું ગેસ પેપર મળ્યું છે જેના પ્રશ્નો અસલ પરીક્ષા સાથે મેચ થઈ રહ્યા છે.
10 મેના રોજ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGએ ઇન્ટેલ ઇનપુટ પર કાર્યવાહી કરતા દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂમાંથી 13 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આમાં સીકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલર પણ સામેલ છે.
તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષાના 720 માંથી 600 માર્કના પ્રશ્નો બે દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. જોકે, એક ગેસ પેપર કેરળની એક કોલેજમાંથી MBBS કરી રહેલા વિદ્યાર્થીએ 1 મેના રોજ સીકરમાં પોતાના એક મિત્રને મોકલી આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, સીકરના એક પીજી સંચાલકને આ પેપર મળ્યું, જેણે તેને પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને આપી દીધું. આ માધ્યમથી તે અલગ-અલગ લોકો સુધી પહોંચ્યું.


