પુણે નજીક શિવનેરી કિલ્લામાં નાસભાગ : ર૦ ઘાયલ
(એજન્સી) પુણે તા.૧૯:
પુણે જીલ્લાના જુન્નરમાં આવેલા શિવનેરી કિલ્લામાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, અહેવાલ મુજબ ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા છે. હિંદવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજની જન્મસ્થળ એવા ઐતિહાસિક કિલ્લા શિવનેરીમાં શિવાજી જન્મજયંતીની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મધ્યરાત્રિથી કિલ્લામાં વિસ્તાર જય ભવાની, જય શિવાજી ના નારાથી ગુંજી ઉઠયા હતાં. એક વીડિયોમાં જોવા મળે છે કે મોટી સંખ્યામાં લોકો શિવ જ્યોત અને ભગવા ધ્વજ લઈને કિલ્લામાં જઈ રહ્યા છે. શિવનેરી કિલ્લાની ક્ષમતા કરતાં વધુ લોકો એકઠા થઇ ગયા હતાં, જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી.


