ભારત કયારેય આતંકવાદ સામે ઝુકશે નહીં : વડાપ્રધાન
પહેલગામ આતંકવાદી હુમલાની વરસી પર પીએમ નરેન્દ્ર મોદીએ શહિદોને શ્રધ્ધાંજલી અર્પી
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૨:
જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ વરસી પૂર્વે કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. 22 એપ્રિલ 2025ના રોજ શ્રીનગરથી 95 કિમી દૂર બૈસરન ખીણમાં આતંકીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી, ત્યારથી આ ખીણ પ્રવાસીઓ માટે બંધ છે. પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના બરાબર એક વર્ષ પછી, રાષ્ટ્ર આ દુર્ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ જીવોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે. આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક સંદેશ પોસ્ટ કર્યો જેમાં જણાવ્યું હતું કે, હુમલામાં માર્યા ગયેલા લોકોને ક્યારેય ભૂલાશે નહીં, આ દુ:ખની ઘડીમાં, સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારો સાથે ઊભો છે.
પીએમ મોદીએ એક્સ પર સંદેશ પોસ્ટ કરીને લખ્યું છે કે, એક રાષ્ટ્રના રૂપમાં આપણે શોક અને દ્રઢ સંકલ્પથી એકજૂટ છીએ. ભારત આતંકવાદના કોઈપણ રૂપની આગળ ક્યારેય નહીં ઝૂકે. આતંકવાદીઓના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય.
પહલગામમાં થયેલા દર્દનાક આતંકવાદી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ શહીદો અને નિર્દોષ નાગરિકોને યાદ કરી રહ્યો છે. આ તકેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રદ્ધાંજલિ અર્પતા આતંકવાદ વિરૂધ્ધ ભારતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત આતંકી સંગઠનોના નાપાક ઈરાદાઓ સામે ક્યારેય મસ્તક ઝુકાવશે નહીં.


