કબ્જાગ્રસ્ત કાશ્મીરના મીરપુરમાં પાક. સૈન્યએ કહેર વરસાવ્યો : બીલાલ
મસ્જીદમાં નમાઝીઓ પર અંધાધુંધ ગોળીબાર - ઈમામની હત્યા
મીરપુર તા.28 :
પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના મીરપુરમાં એક અત્યંત હચમચાવી મુકનાર અને દર્દનાક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મીરપુરની બિલાલ મસ્જિદમાં પાકિસ્તાની આતંકી દળો દ્વારા નિર્દોષ નમાઝીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોઝારી ઘટનામાં ખારિયાં વિસ્તારના વતની અને બિલાલ મસ્જિદના ઈમામ મૌલાના ઈનાયતુલ્લાહની અત્યંત ર્નિમમ રીતે હત્યા કરી દેવામાં આવી છે.
પાકિસ્તાની આતંકવાદી દળોએ મસ્જિદની અંદર ઘૂસીને મૌલાના ઈનાયતુલ્લાહના માથાના ભાગે સીધી ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ સમગ્ર મીરપુર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિસ્તારમાં ભારે રોષ અને તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વિવિધ ન્યૂઝ પોર્ટલ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મસ્જિદની અંદરની ભયાનક સ્થિતિ અને લોકોની નાસભાગ સ્પષ્ટપણે જોઈ શકાય છે.


