ટીવી ચર્ચા દરમ્યાન રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી : કોંગ્રેસે અમીત શાહને પત્ર લખ્યો

ટીવી ચર્ચા દરમ્યાન રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી : કોંગ્રેસે અમીત શાહને પત્ર લખ્યો
HINDUSTAN TIMES

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૯
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ૨૮ સપ્ટેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો, જેમાં ટીવી ચર્ચા દરમિયાન છમ્ફઁના ભૂતપૂર્વ નેતા દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપના પ્રવક્તા સામે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેને રાહુલ ગાંધી સામેની હિંસામાં સામેલ ગણવામાં આવશે.
વેણુગોપાલે અમિત શાહને લખ્યું, "આ ધમકી કોઈ નાના અધિકારીની બેદરકારીભરી પ્રતિક્રિયા નથી. તે જાણી જોઈને બનાવેલા નફરતના ઝેરી વાતાવરણનું પરિણામ છે જે વિપક્ષી નેતાને અસુરક્ષિત બનાવે છે.