ગીર જંગલને ‘કુવાડીયા’ વનસ્પતિનો ભરડો
વનવિભાગે જમીનને ઉજ્જડ બનતી અટકાવવા ભારતમાં પ્રથમ વખત ઘાસ ઉગાડવાનું મિશન શરૂ કર્યુ વનકર્મીઓ, ખેડુતો, મજુરો કુવાડીયાને મશીનથી કાપી ત્યાં ઘાસના બીજ છાંટે છે
જૂનાગઢ તા. 8
ગીરના જંગલમાંથી સિંહો અવાર-નવાર રેવન્યુ વિસ્તારમાં આવી પશુપાલકોના દુધાળા માલઢોરનું માારણ કરતા હોવની વાત નવી નથી. હકીકતે જંગલમાં હરણ, રોઝડા જેવા પ્રાણીઓ માટે ઘાસના મેદાનો ઘટવાથી તેઓ ખોરાક માટે બહાર જાય છે. તેની વસ્તી ઘટે છે. આથી સાવજાેને પણ ખોરાક માટે દુધાળા પશુઓ પર આધાર રાખવો પડે છે. છેલ્લા ઘણાં વર્ષોમાં ગીરના જંગલને ‘કુવાડીયા’નામની વનસ્પતિનો આક્રમક ફેલાવો થયો હોવાથી આ સ્થિતી સર્જાઈ છે.
વનવિભાગના સંશોધનોમાં એવું માલુમ પડયું છે કે, કુવાડીયા જમીનમાંથી ઘાસને મળતા પોષક તત્વોને ખેંચી લે છે. તેને ઉગતા અટકાવી દે છે. બીજીતરફ તેનો ફેલાવો સતત વધતો જ જાય છે. જંગલમાં ચરિયાણ જમીનો આ રીતે ધીમે-ધીમે ઉજજડ બની જાય છે. એ રીતે જાેતા નાનામાં નાના હરણથી લઈને સિંહ સુધીનાં પ્રાણીઓ સહિતની જીવસૃષ્ટી જાેખમમાં મુકાઈ શકે છે. પરિણામે વનવિભાગે પર્યાવરણનાં આ નાજુક સંતુલનને જાળવી રાખવાના ઉદેશથી ઘાસના મેદાનોના પુન:સ્થાપન માટે વૈજ્ઞાનિક ઉપાયો અમલમાં મુકવા ‘ગુજરાત ફોરેસ્ટ ગ્રાસલેન્ડ રિવાઈવલ મિશન’ હાથ ધર્યુ છે. આ પ્રકારે ઘાસના મેદાનોનું પુન:સ્થાપનએ ભારતનો પ્રથમ પ્રોજેકટ છે.
આ માટે ગીર પશ્ચિમ વનવિભાગ દ્વારા સૌપ્રથમ 600 હેકટર જમીનમાં પહેલા ઝીણવટ પુર્વકનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ વનકર્મચારીઓ અને ખેડુતોને ટ્રેનીંગ આપી કામ શર કર્યુ જેમાં સૌપ્રથમ કુવાડીયા વનસ્પતિને ઘાસ કટરથી છેક મુળ સુધી કાપી નાખી બાદમાં ફોલોઅપ રૂપે તેનું નિરીક્ષણ શરૂ કર્યુ. બાદમાં ત્યાંથી કટીંગ કરેલા છોડને સાફ કરી ઘાસના બીજનો છંટકાવ કર્યો જેમાં સફળતા મળી છે. આ 600 હેકટરમાં ઘાસ ઉગાડવામાં સફળતા મળતા હવે આખા ગીર જંગલમાં મિશનને આગળ ધપાવવામાં આવ્યું છે.
ગીરની ખાદ્ય શ્રૃંખલા ફરી મજબુત બનશે. વનવિભાગ
જેમ જેમ ઘાસ ઉગતું જાય છે તેમ તેમ કુદરતી સંતુલન પણ પાછું ફરે છે. આને લીધે સિંહનો મુખ્ય ખોરાક ગણાતા હરણ, રોઝ જેવા પ્રાણીઓને જંગલમાં જ ખોરાક મળી રહેશે અને જંગલમાં જ તેની સંખ્યા વધી જશે. આ રીતે ગીર જંગલની ખાદ્ય શ્રૃંખલા ફરી મજબુત બની જશે.
- પ્રશાત તોમર, ડીસીએફ, ગીર પશ્ચિમ
ઘાસના મેદાનથી થતા ફાયદા
• ઘાસના મેદાનનાં મૂળ ઉંડે સુધી ફેલાય છે અને માટીને જકડી રાખે છે. પરિણામે જમીનનું ધોવાણ અટકે છે.
• ઘાસના મેદાનથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે.
• ગીરના પશુપાલકોને વધુ સારા ચરિયાણ મળશે.
• માલધારીઓને પશુઓને ચરાવવા માટે ઉંડા વિસ્તારોમાં નહીં જવું પડે.

કુવાડીયાની કાપણી

ઘાંસનાં બીજનો છંટકાવ


