જૂનાગઢમાં પરવાનો ન હોવા છતાં ફટાકડાનો જથ્થો રાખનાર સામે કડક કાર્યવાહી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧ર
જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં ફટાકડા વેચાણ અને સંગ્રહનો પરવાનો ન હોવા છતા ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખનાર વેપારીને ત્યાં એસઓજીની ટીમે દરોડો પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એસઓજીના સ્ટાફે પોસ્ટ ઓફીસ રોડ પર નયન રસીકભાઈ ભાયાણીના ગોડાઉનમાં ફટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવા અંગેનો પરવાનો ન હોવા છતા ફટાકડાનો રૂા.૩ર,૬૩,૭૬૩નો જથ્થા સાથે ઝડપી લઈ એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.


