ભાણવડના વાડી વિસ્તારમાં વિશાળ અજગર ઘૂસતા ફફડાટ : એનિમલ લવર્સની ટીમ દ્વારા રેસ્ક્યુ

ભાણવડના વાડી વિસ્તારમાં વિશાળ અજગર ઘૂસતા ફફડાટ : એનિમલ લવર્સની ટીમ દ્વારા રેસ્ક્યુ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.13
ભાણવડ તાલુકાના ટીંબડી ગામે આવેલા એક વાડી વિસ્તારમાં સ્થિત એક મકાનની બાજુમાં પશુઓના ખોરાક (ભૂકા) માં આશરે સાત ફૂટ લાંબો અજગર ઘૂસી જતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અજગર પર નજર પડતાં જ મકાન માલિકે તુરંત જીવદયા ક્ષેત્રે કાર્યરત ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ‘ના પ્રમુખ અને રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને આ અંગે માહિતગાર કર્યા હતા. આ ઘટનાની ગંભીરતા સમજીને અશોકભાઈ ભટ્ટ તેમની ટીમ સાથે તુરંત આ સ્થળે દોડી ગયા હતા. ટીમના સભ્યોએ ભારે જહેમત અને કુશળતાપૂર્વક સાત ફૂટના આ વિશાળ અજગરને કોઈપણ ઈજા પહોંચાડ્યા વિના સલામત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો. પશુઓ અને સ્થાનિક લોકો માટે ભયરૂપ બનેલા આ અજગરને પકડી પાડતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ અજગરને વન વિભાગની માર્ગદશિર્કા હેઠળ બરડાના પ્રાકૃતિક આવાસ (જંગલ વિસ્તાર) માં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. વન્યજીવ અને માનવ સુરક્ષાના આ પ્રશંસનીય કાર્યમાં અશોકભાઈ ભટ્ટની સાથે ટીમના રામભાઈ ભરવાડ અને અક્ષય સૂચક પણ જોડાયા હતા.