જૂનાગઢનાં દોલતપરા સ્થિત રહેણાંક મકાનમાં પોલીસ ત્રાટકી : રૂા. 1.68 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ફરાર બુટલેગરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન

જૂનાગઢનાં દોલતપરા સ્થિત રહેણાંક મકાનમાં પોલીસ ત્રાટકી : રૂા. 1.68 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ તા. 9
જૂનાગઢનાં દોલતપરા ખાતે એક રહેણાંક મકાનમાં દારૂનું કટીંગ થઈ રહયું હોવાની ચોકકસ બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચની ટી દ્વારા દરોડો પાડી રૂા. 1.68 લાખનો વિદેશી દારૂ ઝડપી લઈ નાસી છુટેલા બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ હકીકત મળી હતી કે પંચેશ્વર વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર ભીખો ઉર્ફે ભુરો રૈયાભાઈ કરમટા બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી દોલતપરા ગોપાલનગરમાં જયેશ ઉર્ફે ભુરો જીકાભાઈ ભારાઈના મકાનમાં સંગ્રહ કરી તેનું કટિંગ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મકાનના રસોડાના પાછળના ભાગેથી પૂંઠાની પેટીઓ મળી આવી હતી.
જે પેટીઓ ખોલીને જાેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના પ્લાસ્ટિકના ચપટા નાની બોટલ નંગ 912 કિંમત રૂપિયા 1,68,720 નો મુદ્દામાલ મળી આવતા તેને કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી કરી મકાન માલિકની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય બે આરોપીઓ જેમાં પંચેશ્વરનો ભીખો ઉર્ફે ભુરો રૈયાભાઈ કરમટા અને દોલતપરા ગોપાલનગરનો જયેશ ઉર્ફે ભુરો જીકાભાઈ ભારાઈને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.