જૂનાગઢમાં રસ્તા સહીતની કામગીરી તત્કાલ કરવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

જૂનાગઢમાં રસ્તા સહીતની કામગીરી તત્કાલ કરવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

જૂનાગઢ તા. 9
જૂનાગઢ શહેરમાં રસ્તા સહીતની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવાની માંગણી સાથે આજે શહેર કોંગ્રેસ સમીતી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને રજુઆત કરવામાં આવી હતી.
ચોમાસાની સીઝન નજીક આવી રહી હોય પરંતુ જૂનાગઢમાં પ્રિમોન્સુનની કામગીરી મનપા તંત્ર દ્વારા હજુ કાગળ પર જ રહેલી હોય તેવા સંજાેગોમાં ચોમાસને ધ્યાને લઈ ગટર અને પાણીની પાઈપ લાઈનની કામગીરી જયાં પૂર્ણ થઈ ગઈ હોય તે વિસ્તારમાં તાત્કાલીક અસરથી રસ્તાનું નવિનીકરણ થાય તેમજ આ સહીતના અનેક મુદે આજે શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ મનોજ જાેષી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, સીપીએમનાં બટુકભાઈ મકવાણા તેમજ શહેર કોંગ્રેસનાં હોદેદારો, વિવિધ સેલના પ્રમુખો, યુથ કોંગ્રેસ તેમજ એનએસસીઆઈ, કોર્પોરટરો તેમજ વોર્ડ પ્રમુખોની ઉપસ્થિતિમાં આજે મનપા કચેરીએ પહોંચી અને કમિશ્નરને એક આવેદનપત્ર પાઠવી અને રસ્તા સહીતની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગણી સાથે રજુઆતો કરવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.