જૂનાગઢનાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પુનમ નિમિત્તે ભાવિકો ઉમટી પડયા : વિશેષ પુજાનાં કાર્યક્રમો યોજાયા

જૂનાગઢનાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે પુનમ નિમિત્તે ભાવિકો ઉમટી પડયા : વિશેષ પુજાનાં કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ તા. 29
ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવ સહીતનાં દેવો જયાં બિરાજમાન છે તેવા જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે જેઠ સુદ પુનમના દિવસે વહેલી સવારથી જ ભાવિકો પુનમ ભરવા તેમજ દર્શન માટે ઉમટી પડયા હતાં. રાધારમણદેવ ટેમ્પલ સમિતિ દ્વારા દર્શને આવેલા હરીભકતો ભાવિકો માટે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 
જૂનાગઢનાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર લાખો હરીભકતોનું આસ્થાનું કેન્દ્ર છે. સિધ્ધેશ્વર મહાદેવ સહીતનાં દેવો સમક્ષ કરવામાં આવેલી પ્રાર્થના તુરત ફળ આપે છે અને ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે તેવા આ ભવ્ય અને આસ્થાનાં ધામ ખાતે કાયમને માટે હરીભકતો દર્શનાર્થે આવતા હોય છે. રાધારમણદેવ ટેમ્પલ સમીતીનાં ચેરમેન પૂ. પી.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ તેમજ પૂ. શ્રી દેવનંદનસ્વામીજીના આર્શિવાદ સાથે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યો તેમજ સેવાના કાર્યો સતત કરવામાં આવી રહયા છે. મહંત પૂ. ધર્મકિશોરદાસ મહારાજ અને સંતો અને ટ્રસ્ટી ગણ દ્વારા મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યો યોજાતા રહયા છે. ઉપરાંત અહી આવનારા હરીભકતો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. આજે વહેલી સવારથી જ પુનમ ભરતા ભાવિકો તેમજ નિયમીત આવતા હરીભકતો ઉમટી પડયા હતાં અને વિશેષ દર્શનનો લાભ લીધો હતો તેમ મેનેજર પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.