શ્રી કષ્ટભંજનદેવ દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને ૩૦૦૦ કિલો ખલેલાનો સિંહાસને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૭
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.૨૭-૦૬-૨૦૨૬ને શનિવારના રોજ દાદાનેજરદોશી વર્કવાળા વાઘાધરાવવામાં આવ્યા હતા. દાદાની સવારે ૦૫:૩૦ કલાકે દાદાની મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારાત્યારબાદ સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ઉતારવામાં આવી હતી. આ સાથે જ દાદાના સમગ્ર સિંહાસનને પીળા અને લાલ ખલેલાની લૂમો વડે કલાત્મક રીતે સજાવીનેત્રણ હજાર કિલો ખલેલા(દેશી ખારેક)નો અન્નકૂટધરાવવામાં આવ્યો હતો.દાદાનો અન્નકૂટનો પ્રસાદ ભક્તોને પ્રસાદમાં આપ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તિનો માહોલ જામ્યો હતો. આ દિવ્ય દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ધન્ય બન્યા હતા.


