ભારત-ઈરાન વચ્ચે બેઠકોનો દોર : ક્રુડ તેલનો મોટો સોદો થશે

ભારત-ઈરાન વચ્ચે બેઠકોનો દોર : ક્રુડ તેલનો મોટો સોદો થશે

નવી દિલ્હી તા.29 :
યુદ્ધ વિરામ છતા અમેરિકા-ઈરાન વચ્ચે સતત થઈ રહેલા છમકલાથી ફરી એક વખત હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા ઓઈલ ટેન્કર સહિતના વ્યાપારી જહાજોની સલામતી અંગે ચિંતા થવા લાગી છે તેમાં હવે ભારતે તેની ઉર્જા જરૂરિયાત પુરી કરવા ઈરાન સાથે જ એક મોટી સમજુતીની તૈયારી કરી છે. અમેરિકાએ ઈરાનના ક્રુડતેલ અંગેના પ્રતિબંધો દુર કરી દીધા છે અને તેથી ભારત ફરી ઈરાન પાસેથી ક્રુડતેલ ખરીદી વધારશે. ઈરાનને પણ ભારત જેવા ખરીદારની જરૂર છે અને ભારત માટે સલામત-ઝડપી અને સસ્તુ ક્રુડતેલ ઈરાન પુરુ પાડી શકે છે.