રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રિમ કોર્ટે તાત્કાલીક સુનાવણીનો ઈન્કાર કર્યો
નવી દિલ્હી તા.29
અયોધ્યા રામમંદિરમાં દાનમાંથી ચોરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ અનૂપ અવસ્થીએ આ ઘટનાની CBI તપાસની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રિમ કોર્ટે અરજદારને સીધો પ્રશ્ન કર્યો કે આટલી ઉતાવળ કેમ છે ?
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં પોલીસ સોમવારે સવારે 10.30 વાગ્યે જેલમાં બંધ 8 આરોપીઓના ખાતા ચેક કરવા બેંક પહોંચી હતી. અયોધ્યાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય બેંક શાખાઓમાં ખાતાઓની તપાસ કરી હતી. લગભગ અડધા કલાક સુધી ખાતા તપાસ્યા બાદ પોલીસ ટીમ પાછી ફરી. સૂત્રો અનુસાર, પોલીસ રામ મંદિર ટ્રસ્ટના લોકરની પણ તપાસ કરી શકે છે.


