કુવૈત, બહેરીન સ્થિત આઠ અમેરીકી લશ્કરી મથકો પર ઈરાનનો હુમલો
તહેરાન તા.29
ઈરાને દાવો કર્યો છે કે તેણે કુવૈત અને બહેરીનમાં અમેરિકાના 8 સૈન્ય ઠેકાણાંનો નાશ કર્યો છે. ઈરાનની રિવોલ્યુશનરી ફોર્સે કહ્યું કે આ હુમલો ઈરાનના ઠેકાણાં પર અમેરિકાની બીજી મોટી સૈન્ય કાર્યવાહીના જવાબમાં કરવામાં આવ્યા છે.
તે જ સમયે, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ અમેરિકા અને ઈઝરાયલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે બંને દેશોના નેતાઓએ તાજેતરના હુમલાઓને લઈને જે રીતે નિવેદનો આપ્યા છે અને તેના પર ગર્વ વ્યક્ત કર્યો છે, તે પોતે જ ગુનો કબૂલ કરવા જેવું છે.
તેમણે કહ્યું કે ઈરાન પર થયેલા દરેક હુમલા, દરેક મૃત્યુ અને દરેક નુકસાન માટે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય અદાલતોમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલા કર્યા. આ દરમિયાન કિશ્મ દ્વીપ, સિરિક અને બંદર-એ-લંગેહને નિશાન બનાવવામાં આવ્યા. ત્યારબાદ ઈરાને જવાબી કાર્યવાહીમાં બહેરીન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.


