વેનેઝુએલામાં આજે ફરી ૪.૯ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો : સત્તાવાર મૃત્યુઆંક ૯ર૦
(એજન્સી) કારાકાસ, તા.૨૭
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં ૨૫ જૂને આવેલા બે મહાવિનાશક ભૂકંપ બાદ શનિવારે વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો છે. દેશના ઉત્તરીય તટ પાસે આ ભૂકંપની તીવ્રતા ૪.૯ રિક્ટર માપવામાં આવી. રોયટર્સ અનુસાર, તેના આંચકા રાજધાની કારાકાસ અને મારાકેમાં પણ અનુભવાયા હતા.
જ્યારે, છેલ્લા ભૂકંપના ત્રણ દિવસ પછી મૃત્યુઆંક વધીને ૯૨૦ થઈ ગયો છે. ૩૩૬૦ થી વધુ લોકો ઘાયલ છે, જ્યારે ૫૧,૭૦૦ થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૪૩ લોકોને જીવતા બચાવવામાં આવ્યા છે. રાહત અને બચાવ અભિયાન ચાલુ છે, તેથી મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.


