વિદેશથી આવતા ભારતીયો હવે રૂા.૭પ૦૦૦ સુધીનો ડયુટી ફ્રી સામાન લાવી શકશે

વિદેશથી આવતા ભારતીયો હવે રૂા.૭પ૦૦૦ સુધીનો ડયુટી ફ્રી સામાન લાવી શકશે

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૩
બજેટમાં વ્યાપારી કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ હવે સરકારે વિદેશથી આવતા ભારતીય સહિતના તમામ મુસાફરો માટે ડ્યુટી ફ્રી બેગેજના નિયમોમાં ફેરફાર કર્યો છે અને અગાઉની કિંમત પધ્ધતિના બદલે  સોનામાં વજન મુજબ ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપી છે.
નવા નિયમો મુજબ ભારતીય નાગરિક એટલે કે ભારતીય પાસપોર્ટ ધરાવતો હોય તે વિદેશ ગયા હોય તેઓ પરત આવતા સમયે પોતાની સાથે રૂા.૭૫ હજાર સુધીનો વિદેશી સામાન કે જે આયાત કરવાની છૂટ હોય તે મર્યાદામાં પોતાની સાથે લાવી શકશે. જેમાં ઇલેકટ્રોનીક સહિતના સાધનોનો પણ સમાવેશ થાય છે. આ મર્યાદામાં લાવનારને કોઇ ડ્યુટી ભરવાની જરુર પડશે નહીં.
આ મર્યાદા મુળ ભારતીય ટુરીસ્ટ કે જે ઓરીજન ઓફ ઇન્ડિયન કાર્ડ ધરાવતા હોય તેને પણ  લાગુ કરશે. તો વિદેશથી ટુરીસ્ટ સિવાયના વિઝા ઉપર ભારત આવે તેને માટે પણ રૂા.૭૫ હજારની મર્યાદા અમલી બની છે. પરંતુ વિદેશી પાસપોર્ટ ધરાવતા અને ટુરીસ્ટ સહિતના વિઝા પર કામ ચલાઉ રીતે ભારત આવતા વ્યકિતને રૂા.૨૫ હજાર સુધીનો ડ્યુટી ફ્રી સામાન આયાત કરવાની છૂટ રહેશે.