ભેંસાણના ઢોળવા ગામે હાથ ઉછીના આપેલ પૈસા બાબતે યુવાનનું અપહરણ : મારમારી લુંટ કર્યાની ફરીયાદ 

જૂનાગઢ તા.૪
ભેંસાણના ઢોળવા ગામે હાથ ઉછીના આપેલ પૈસા બાબતે યુવાનને ચાર શખ્સોએ મારમારી અપહરણ કરી લઈ જઈ ૧પ હજારની લુંટ કર્યાની ફરીયાદ ભેંસાણ પોલીસ મથકે નોંધાઈ છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભેંસાણ પોલીસ મથકે અનીરૂધ્ધભાઈ દિલુભાઈ ધાંધલએ જયેન્દ્ર બસીયા, ધમભાઈ વાળા, પ્રતાપ વાળા અને રવીરાજ ઉર્ફે ઘુઘો ધાંધલ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ આરોપી રવીરાજ ઉર્ફે ઘુઘાને હાથ ઉછીના પૈસા આપેલ હોય જેનું મનદુ:ખ રાખી આરોપીઓએ ફોર વ્હીલમાં આવી કહેલ કે તુ રવિરાજ પાસે જે પૈસા માંગે છે તે આપવાના થતા નથી જેથી ફરીયાદીએ કહેલ કે મે ઉછીના પૈસા આપેલ છે તે તો આપવા પડે ને તેમ કહેતા આરોપીએ લોખંડની વસ્તુથી ફરીયાદીના કપાળના ભાગે મારી દીધેલ અને આરોપીઓએ ધમકી આપી ફોરવ્હીલ કારમાં અપહરણ કરી લઈ જઈ રૂા.૧પ૦૦૦ની લુંટ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.