ગીર ગઢડા તાલુકાના નીતલી ગામ ના વૃધ્ધ ખેડૂત ની હત્યા નો ભેદ ઉકેલાયો પોલીસે એક આરોપી ને પકડી તપાસ શરૂ કરી હત્યા મા વાપરેલ હથિયાર કયું અને હત્યા નુ સાચું કારણ તપાસ બાદ બહાર આવશે

ગીર ગઢડા તાલુકાના નીતલી ગામ ના વૃધ્ધ ખેડૂત ની હત્યા નો ભેદ ઉકેલાયો પોલીસે એક આરોપી ને પકડી તપાસ શરૂ કરી હત્યા મા વાપરેલ હથિયાર કયું અને હત્યા નુ સાચું કારણ તપાસ બાદ બહાર આવશે

સમાચાર ઉના:

ગીર ગઢડા તાલુકાના નીતલી ગામ ના રામજી ભાઈ વલ્લભ ભાઈ છેલડીયા ઉ. વ. ૬૫ ની ગત તા. ૧૮/૯ ના રાત્રિ ના નીતલી વડલી જતા રોડ ઉપર આવેલ ખેતર માં મગફળી ના વાવેતર નું રખોપું કરવા ગયા હતા. અને ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ એ તીક્ષ્ણ હથિયાર થી હત્યા કરી નાખી ની પોલીસ માં તેમના દીકરા જગદીશ ભાઈ એ ફરિયાદ નોંધાવી હતી. જેનો ગુનો નોંધી રેન્જ આઇ.જી.પી. નિલેશ ભાઈ જાજડીયા,ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જાડેજા ના માર્ગ દર્શન હેઠળ ઊના ના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચોધરી, ગીર ગઢડા પોલીસ સ્ટેશન ના પી. આઇ. ઉદય ભાઈ બી. રાવલ, એલ. સી. બી. ના પી. એસ. આઇ. એ. સી. સિંધવ, એસ. ઓ. જી. ના પી. આઇ. વાઘેલા સ્ટાફ સાથે જુદી ટીમ બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ થી માહિતી મેળવી નીતલી ગામ ના યુવાન શૈલેષ હરજી ભાઈ ઉર્ફે ગોબર ભાઈ પાટલિયા ને નીતલી જંગલ વિસ્તારમાં થી પકડી પાડ્યો હતો. આ શૈલેષ ના પિતા હરજી ભાઈ એ મૃતક રામજી ભાઈ ની વાડી ની બાજુ મા તેમના મોટા ભાઈ જાદવ ભાઈ ની વાડી ભાગ્યું રાખેલ હતું આરોપી અને તેમના પત્ની વાડીએ મજૂરી કામે પણ જતા હતા. મૃતક અને આરોપી ની પત્ની ના ચારિત્ર ની શંકા ના આધારે આરોપી એ વૃધ્ધ ખેડૂત ની હત્યા કરી હોવાનું પોલીસ જણાવી રહી છે. કે.બીજું કોઈ કારણ તે તપાસ નો વિષય છે.હત્યા મા કયું હથિયાર વાપરેલ તેની માહિતી પણ પોલીસે આપી નથી. કુહાડી જેવું હથિયાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપી શૈલેષ ની તપાસ શરૂ છે. હત્યા મા પોતે સિવાય કોણ કોણ હતું તેની પણ માહિતી મેળવી રહ્યા છે.