હરિયાણામાં કોલેજમાં એડમિશન માટે એક છોડ રોપવો પડશે

હરિયાણામાં કોલેજમાં એડમિશન માટે એક છોડ રોપવો પડશે

(એજન્સી)       રોહતક,તા.૧૩:
હરિયાણાની સરકારી અને અન્ય કોલેજોમાં ભણવા માગતા વિદ્યાર્થીઓએ એડ્મિશન લેતી વખતે એક છોડ રોપવો પડશે. આ માત્ર ફોર્માલિટી નથી પરંતુ જવાબદારી છે. કોલેજકાળ દરમ્યાન વિદ્યાર્થીએ એ છોડની કાળજી પણ લેવાની રહેશે. સ્ટુડન્ટ આમ તો ઇચ્છે ત્યાં વૃક્ષ રોપી શકે છે, પણ એ ક્યાં છે અને કઈ કન્ડિશનમાં છે એ તેના પ્રોગ્રેસ રિપોર્ટમાં ગમે ત્યારે તપાસવામાં આવે એવું બની શકે છે. ઘર, કોલેજ કે અન્ય કોઈ જાહેર સ્થળે જ્યાં તે સરળતાથી એ વૃક્ષની કાળજી લઈ શકે એમ હોય એ રીતે તેણે છોડ રોપવાનો રહેશે. કોલેજ પૂરી થઈ ગયા પછી તેણે રોપેલા વૃક્ષની જવાબદારી જુનિયર વિદ્યાર્થીને આપવાની રહેશે. નવા ઍડ્મિશન સત્રથી આ નિયમ દરેક નવા વિદ્યાર્થી માટે લાગુ પડશે.