ગુજરાતના આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજયોમાં NIAના દરોડા

ગુજરાતના આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજયોમાં NIAના દરોડા

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૩: 
રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) એ અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં ગુરુવારે પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અલ કાયદા આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. ફત્ખ્ એ પાંચ રાજ્યોમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દ્ગૈંછના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દ્ગૈંછ ટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.