અમેરીકાની ટેરિફનો સામનો કરવા કેન્દ્ર સરકારે રૂા.૪પ૦૦૦ કરોડની બે યોજનાઓને મંજુરી આપી

અમેરીકાની ટેરિફનો સામનો કરવા કેન્દ્ર સરકારે રૂા.૪પ૦૦૦ કરોડની બે યોજનાઓને મંજુરી આપી

(એજન્સી)  નવી દિલ્હી તા.૧૩: 
કેન્દ્ર સરકારે નિકાસકારોને ભારે યુએસ ટેરિફની અસરનો સામનો કરવામાં મદદ કરવા માટે રૂા. ૪૫,૦૦૦ કરોડની બે યોજનાઓને મંજૂરી આપી છે. પ્રથમ, રૂા.૨૫,૦૬૦ કરોડનું નિકાસ પ્રમોશન મિશન, ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે. બીજી, નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી યોજના, રૂા.૨૦,૦૦૦ કરોડ સુધીની કોલેટરલ-મુક્ત ક્રેડિટ સપોર્ટ પ્રદાન કરશે. આ ર્નિણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા હતા. નિકાસ પ્રમોશન મિશન યુએસ ટેરિફથી પ્રભાવિત ક્ષેત્રોને સહાય પૂરી પાડશે, જેમાં કાપડ, ચામડું, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ માલ અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.