મુંબઈમાં રિવર્સમાં આવી રહેલી બસે અનેકને કચડયા : ચારના મોત : ૧૩ ઘાયલ
(એજન્સી) મુંબઈ તા.૩૦
મુંબઈમાં ગતરાત્રીના રિવર્સમાં આવી રહેલી બેસ્ટની એક બસે ભાંડુપ રેલવે સ્ટેશન નજીક પગપાળા જઈ રહેલા લોકોને કચડતા તેમાં ચાર રાહદારીઓના મોત થયા છે અને અન્ય ૧૩થી વધુ ઘાયલ થયા છે. રાત્રીના ૯.૨૫ કલાકે બનેલી આ દુર્ઘટનામાં બેસ્ટની બસ તેના એન્ડ પોઈન્ટ પર પહોંચ્યા બાદ ડ્રાઈવરે રાહદારીઓની ચિંતા કર્યા વગર જ બસને અત્યંત સ્પીડથી રિવર્સમાં દોડાવવાનું શરૂ કર્યુ હતું.
ઓચિંતી જ બસ આ રીતે ધસી આવતા રાહદારીઓનો એક મોટો સમુહ તેની હડફેટે ચડી ગયો અને ચારે તરફ નાસભાગ ચીસાચીસ થઈ હતી જેમાં સંખ્યાબંધ રાહદારીઓ બસની હેઠળ કચડાયા હતા જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષના મૃત્યુ થયા હતા જયારે ૧૩ જેટલા રાહદારીઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.


