રાહુલ ગાંધીએ પુરાવા સાથે વોટચોરીની પોલ ખોલી 

ચૂંટણીપંચ અને ભાજપે આક્ષેપોને નિરાધાર ગણાવ્યા

રાહુલ ગાંધીએ પુરાવા સાથે વોટચોરીની પોલ ખોલી 
THE HINDU

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૮
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હી ખાતે એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જેમાં મતદારયાદીમાં ગોટાળાઓના વધુ પુરાવા રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રેસ-કોન્ફરન્સની શરૂઆત "હું આપણા બંધારણની રક્ષા કરીશ" એમ કહીને કરી હતી.
રાહુલે કહ્યું, હું મારા દેશ અને બંધારણને પ્રેમ કરું છું. હું પુરાવા સાથે મારો અભિપ્રાય રજૂ કરી રહ્યો છું. આ કોઈ હાઇડ્રોજન બોમ્બ નથી. હજુ એ આવવાનો બાકી છે. અમે વારંવાર કહ્યું છે કે ચૂંટણીપંચ વોટચોરોને બચાવી રહ્યું છે. લોકશાહી માટે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન ચૂંટણીમાં ગોટાળા મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું- કોંગ્રેસના મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વખતે રાહુલ પોતાની સાથે એવા મતદારોને પણ લાવ્યા, જેમનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે.
રાહુલે આરોપ લગાવ્યો કે એક કન્નડ મતદારનો મત ડિલિટ કરવામાં આવ્યો છે. તેમણે મતદારને સ્ટેજ પર બોલાવ્યો અને બોલવા કહ્યું. મતદારે કહ્યું, "મારા નામે ૧૨ લોકોનાં નામ ડિલિટ કરવામાં આવ્યાં છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહ્યું, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ચૂંટણી પંચે ટાર્ગેટ કરીને મતદારોનાં નામ હટાવ્યાં છે. આજે હું તમને જે કંઈ કહી રહ્યો છું એ પુરાવા પર આધારિત છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારજીને અમારી સલાહ છે કે તમારે તમારું કામ કરવું જોઈએ, તમારે એક અઠવાડિયાની અંદર કર્ણાટક ઝ્રૈંડ્ઢને જવાબ આપવો જોઈએ. નહીં તો દેશને સ્પષ્ટ થઈ જશે કે તમે ભારતના બંધારણની હત્યામાં સામેલ છો. યુવાનો તમારી પાસેથી જવાબ માગશે.રાહુલે જણાવ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે કમિશન દલિતો, ઓબીસી અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યું છે. તેમના મત મોટા પાયે રદ થઈ રહ્યા છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જેમના મત ડિલિટ થયા છે તેમને પણ આ વાતની ખબર નથી.
રાહુલે કર્ણાટકના અલાંદ વિધાનસભા મતવિસ્તારનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે ૨૦૨૩ની ચૂંટણીમાં કોઈએ ૬,૦૧૮ મત ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંખ્યા વધુ હોઈ શકે છે. અમને ખબર નથી કે કુલ કેટલા મત કાઢી નાખવામાં આવ્યા છે. ડિલિટ કરતા સમયે ભુલથી મામલો પકડમાંઆવ્યો
તેમણે કહ્યું, "થયું એવું કે એક બૂથ-લેવલ ઓફિસરે જોયું કે તેમના કાકાનો મત ડિલિટ કરવામાં આવ્યો છે." તેણે તપાસ કરી અને જોયું કે તેના પાડોશીએ મત ડિલિટ કરી નાખ્યો હતો. મ્ન્ર્ં એ તેની સાથે વાત કરી. જ્યારે તેણે તેના પાડોશીને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, "મેં કોઈ મત ડિલિટ કર્યો નથી." એટલે કે, મત ડિલિટ કરનાર વ્યક્તિએ પણ કોઈ મત ડિલિટ કર્યો નથી અને જેનો મત ડિલિટ કરવામાં આવ્યો તે પણ તેના વિશે કંઈ જાણતો ન હતો. ખરેખરમાં, કોઈ અન્ય તાકાતે સિસ્ટમને હાઇજેક કરી હતી અને આ મતો ડિલિટ કરી નાખ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ૬૩ વર્ષીય ગોદાવાઈનો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, "મારો મત કાઢી નાખવામાં આવ્યો હતો. મને આ વિશે કોઈ જાણકારી નથી. ગોદાવાઈના નામે નકલી લોગિન બનાવવામાં આવ્યું હતું. ૧૨ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા." દરમ્યાનમાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલા આક્ષેપોને ચૂંટણીપંચ અને ભાજપે નકારી કાઢયા છે. ચૂંટણીપંચે રાહુલના આ આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા છે. જયારે ભાજપે એવી પ્રતિક્રિયા આપી છે કે, રાહુલ ગાંધી ખોટા આક્ષેપો કરીને દેશના મતદારોનું અપમાન કરી રહ્યા છે.