હવાઈ મુસાફરી મોંઘી બનશે : ATFના ભાવમાં ૧૧પ ટકાનો તોતિંગ વધારો
નવી દિલ્હી,તા.૦૧:
ઈરાન-ઇઝરાયલ-અમેરીકાના યુદ્ધની અસર હવાઈ મુસાફરી પર પહેલાથી જ દેખાઈ રહી છે અને હવે મુસાફરોના ખિસ્સા પર પણ પડી શકે છે. પશ્ચિમ એશિયાઈ કટોકટી વચ્ચે, ભારતમાં એવિએશન ટર્બાઇન ફયુઅલ (ATF) ના ભાવમાં ૧૧૫%થી વધુનો વધારો થયો છે. ૧ એપ્રિલથી, નવી દિલ્હીમાં ATF ની કિમત વધીને આશરે રૂ.૨.૦૭ લાખ પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે, જે ગયા મહિને રૂ.૯૬,૬૩૮ પ્રતિ કિલોલિટર હતી. આ વધારાથી આજે એવિએશન ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓના શેર પર અસર થવાની શક્યતા છે.
ATF ના દરમાં આ વધારાનું મુખ્ય કારણ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ છે, જેના કારણે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આજે પણ કાચા તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ થી ઉપર છે.


