પિતાએ પાંચ બાળકો સાથે ફાંસી લગાવી - ૪ના મોત
બિહારના મુઝફરપુરમાં બનેલી હૃદયદ્રાવક ઘટના
(એજન્સી) મુઝફ્ફરપુર તા.૧૫
બિહારના મુઝફ્ફરપુરમાં એક સનસનાટી ભરી ઘટના બહાર આવી છે. જેમા એક પિતાએ પોતાના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી લીધી હતી. આ ઘટનામાં ત્રણ દીકરીઓ સાથે પિતાનું મૃત્યુ થયું, જ્યારે બે દીકરા બચી ગયા છે. એક જ પરિવારમાં એકસાથે ચાર મોતથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. આ ઘટના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રૌલિયા ગામની છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં લાગી ગઈ છે. આજે સવારે આ ઘટનાની જાણકારી મળી હતી. જણાવવામાં આવે છે કે રવિવારની રાત્રે અમરનાથ રામ (ઉં.વ.૪૦)એ પોતાની ત્રણ દીકરીઓ રાધા કુમારી (ઉં.વ.૧૧), રાધિકા (ઉં.વ.૯) અને શિવાની (ઉં.વ.૭) સાથે ઘરમાં ફાંસી લગાવી લીધી હતી.


