૧પ મી ઓગષ્ટે માણાવદર નગરપાલિકાના નવા બિલ્ડીંગમાં સપ્તકુંટી ગૌ ગાયત્રી યાગ યજ્ઞ યોજાશે
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર, તા.૧ર
માણાવદર સિનેમા ચોક પાસે આવેલા નગરપાલિકાના અધ્યતન નગરપાલિકાના નવા બિલ્ડીંગ સિનેમા ચોક ખાતે ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૬ને શનિવારે સવારે ૯ થી ૧૧:૩૦ સપ્તકુંડી શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગનું ભવ્ય આયોજન થયું છે. નૂતન બિલ્ડીંગના મંગલ પ્રવેશ અવસરે ધ્વજ વંદન, રાષ્ટ્ર વંદના, ગૌ પૂજન, ગણપતિ પૂજન ભારત માતા પૂજન, નર્મદાજી પૂજન કરી શ્રી ગણેશ ગાયત્રી માલા હોમ, શ્રી ગાયત્રી મંત્ર માલા હોમ, હનુમાન ચાલીસા ચોપાઈ હોમ, રૂદ્ર મંત્ર હોમ, સુરભી ગો મંત્ર હોમ સોપારીથી બીડું અર્પણ કરી યજ્ઞ સંપન્ન થશે. વિવિધ વર્ગોના નાગરિકો જાેડાશે. આ અવસરે માણાવદર નગરપાલિકાના યુવાન પ્રમુખ જીતુભાઈ પનારા, નગરપાલીકા સભ્યો સ્ટાફગણ, અન્ય મહાનુભાવો ખાસ દર્શન કરવા પધારશે. શ્રી ગૌ ગાયત્રી યજ્ઞ યાગના સંયોજક મયૂરમો રાવલ અન્ય ભૂદેવો શ્રી સપ્તકુંડી સપ્ત કુંડી ગો ગાયત્રી યજ્ઞમાં યાગમાં સેવાઓ આપશે. ૮૦માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ભારતમાતાનું વિશેષ પૂજન અર્ચન,નર્મદા પુરાણનું પૂજન અર્ચન કરી માણાવદર શહેરની સુખાકારી અને વિકાસશીલ રહે એવી મંગલ કામનાઓ કરશે.


