માસુમ બાળકનો ભોગ લેનાર સિંહણને પાંજરે પુરવાની કાર્યવાહી દરમ્યાન ટ્રાન્કવીલાઈઝર ગનનાં મીસફાયરમાં ઘાયલ થયેલા વનકર્મીનું મૃત્યું
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.પ
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં ગીરની સરહદે આવેલા વાડી વિસ્તારમાં ચાર વર્ષના માસૂમ બાળકને સિંહણે હુમલો કરીને મારી નાખ્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ નાનકડો માસૂમ વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહીલુહાણ મૃતદેહ વન વિભાગની ટીમે શોધી કાઢ્યો હતો. બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા જખમો જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી હતી. આ ઘટનાએ આખા વિસાવદર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાવી દીધો છે, ખાસ કરીને રાત્રે વાડીએ જતા ખેડૂતો અને મજૂર પરિવારોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટના બાદ વન વિભાગની ટીમે હુમલાખોર સિંહણને પકડવા માટે તુવેરના ખેતરમાં ટ્રાન્કવીલાઇઝર ગનનો ઉપયોગ કર્યો હતો પરંતુ, ગોળી અચાનક વનકર્મીને લાગી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વનકર્મીને તાત્કાલીક જૂનાગગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ૧૦૮ના કર્મી હિતેશ ગઢવીએ જણાવ્યું હતું કે, CSC વિસાવદર હોસ્પિટલ ખાતેથી ૧૦૮ને કોલ આવ્યો હતો કે, વન વિભાગના ટ્રેકર બેભાન હાલતમાં છે, જેને લઇ તાત્કાલિક ૧૦૮ વિસાવદર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તાત્કાલિક પેશન્ટને ૧૦૮માં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે અમે અમારા ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી અને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. અશરફભાઈ દર્દીનું નામ છે, તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં સિંહણને બેભાન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તે ગનથી મીસ ફાયર થતાં અસરફભાઈ ટ્રાન્કવીલાઇઝર ગનનું મિસફાયર થતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. ગીરની સરહદે આવેલા આ વિસ્તારમાં વનરાજાની દહેશત વચ્ચે એક સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારનો પુત્ર વહેલી સવારે ગુમ થયો હતો.
આ ઘટનાની ગંભીરતાને જોઈને વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. વનકર્મીઓએ આસપાસના વાડી વિસ્તાર અને ઝાડીઓમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમ્યાન નાની મોણપરી ગામની સીમ નજીકથી બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા ઘા જોવા મળ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
| ટ્રાન્કવીલાઈઝર ગનથી મીસ ફાયર કેવી રીતે થયું ? તપાસનો વિષય જૂનાગઢ તા. પ વિસાવદર તાલુકાનાં નાની મોણપરી ગામમાં વાડી વિસ્તારમાં ૪ વર્ષનાં માસુમ બાળકને સિંહણે ફાડી ખાધાની ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો છે તો બીજી તરફ આ ઘટના બાદ વન વિભાગની ટીમે હુમલાખોર સિંહણને પકડવા માટે ટ્રાન્કવીલાઈઝર ગનનો ઉપયોગ કર્યો હતો અને જેમાં મીસ ફાયર થતાં વન કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ આ કર્મચારીનું મૃત્યુ થયું હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ કરૂણાંતિકા અંગે અનેક સવાલો ઉભા થયા છે જેમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ટ્રાન્કવીલાઈઝર ગનથી કરાયેલું ફાયરીંગ મીસ કઈ રીતે થયું કારણ કે આવા બનાવ વખતે જાેઈતી સાવચેતી અને સતર્કતા કર્મચારીઓને પહેલેથી જ રાખવાની સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને કેળવાયેલા સ્ટાફ દ્વારા જ સિંહણને બેભાન કરવા માટે ટ્રાન્કવીલાઈઝર ગનનો ઉપયોગ કરી ફાયર કરતો હોય છે ત્યારે અહીં એવું બને છે કે જે ગન ફાયરીંગ કરવામાં આવ્યું તે મીસ થયું છે અને તે શંકા પ્રેરે છે ત્યારે કયા કારણસર ટ્રાન્કવીલાઈઝર ગનથી કરેલ ફાયરીંગ મીસ ફાયર થયું તે તપાસનો વિષય છે. |


