રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારે વર્ષ ૨૦૨૫ના અંતિમ દિને દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારે વર્ષ ૨૦૨૫ના અંતિમ દિને દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

દ્વારકા તા. ૧
રીલાયન્સ ગૃપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અનંત અંબાણીએ આજરોજ વર્ષ ૨૦૨પના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ ૨૦૨૬ સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી કામના કરી હતી. બાદમાં તેઓએ શારદામઠની મુલાકાત લઈ બ્રહમચારી નારાયણાનંદજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.