ધનતેરસના પાવન પર્વે શ્રી કષ્ટભંજન દેવને મોતી-પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૬-૧૧-૨૦૨૬ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને આકર્ષક વાઘા અને મોતીનો શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહમાં શ્વેત મોતી- (સફેદ) પુષ્પોની દિવ્ય સજાવટ કરવામાં આવી છે, ચમકતા અને કલાત્મક મોર સુંદર રચના કરવામાં આવી છે, ધન અને સમૃદ્ધિના પ્રતિકરૂપ વિશેષ શણગાર તથા અલંકારો ધરવામાં આવ્યા છે. સવારે ૫:૪૫ કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ દર્શન અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


