અમદાવાદમાં DGGIએ ઝડપી ૧૫૦૦ કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ

અમદાવાદમાં DGGIએ ઝડપી ૧૫૦૦ કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ
Bhaskar English

અમદાવાદ તા. ર૪
અમદાવાદમાં ૧૫૦૦ કરોડની મહા કરચોરી પકડતા ખળભળાટ મચી ગયો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સે એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં  અમદાવાદ સ્થિત ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ‘ નામની કંપની શંકાના દાયરામાં હતી. જેમાં તપાસ કરતાં અંદાજે રૂ. ૧૫૦૦ કરોડની જંગી કરચોરી પકડાઈ છે. DGGIએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી છે.
DGGIની તપાસ એ પણ ખૂલ્યું છે કે કંપની દ્વારા કરચોરી કરવા મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હતી, જેનાથી સરકારી ખજાનાને કરોડોનું નુકસાન પહોંચ્યું છે. દરોડામાં મળેલા દસ્તાવેજાે અને પુરાવાના આધારે ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ‘ કંપની પર ગાળિયો કસવામાં આવ્યો છે.  પ્રાથમિક તપાસ મુજબ  ‘ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ‘ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીએ ડેટા સાયન્સ અને ટેકનોલોજીના નેજા હેઠળ બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી અંદાજિત ૧૫૦૦ કરોડની કરચોરી કરી મોટા કૌભાંડને અંજામ આપ્યો છે. સર્ચ ઓપરેશન બાદ તપાસ એજન્સીએ કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ કોર્ટમાં આરોપીના રિમાન્ડ પર લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મસમોટા કૌભાંડમાં અન્ય કયા કયા મોટા માથાઓ સંડોવાયેલા છે અને રકમ ક્યાં ક્યાં હેરફેર કરવામાં આવી છે તેની તપાસ શરૂ કરાઇ છે.