મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગાંધીનગર તા.૬
ગુજરાત હાઇકોર્ટને બપોરે ૧.૧૧ કલાકે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. જેના પગલે બોમ્બ-ડોગ સ્કવોડ તેમજ સોલા પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ હાઇકોર્ટની તમામ કોર્ટ રાબેતા મુજબ ચાલુ છે.બપોરે ૩.૧૧ વાગ્યે સીએમ ઓફિસમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. ખાલીસ્તાન નેશનલ આર્મીના નામનો ધમકીભર્યો ઈ-મેઇલ મળતા હાલ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તાત્કાલિક ધોરણે હાલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


