જૂનાગઢ રાજયનું સૌથી ઠંડુ શહેર ગિરનાર પર્વત પર ૭.પ ડીગ્રી
(ડેસ્ક) જૂનાગઢ તા.૨૨
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ઠંડીમાં વધઘટ રહેવા પામી હતી. જુનાગઢ, દિવ, અમરેલીમાં તિવ્ર ઠંડી અનુભવાઇ હતી. તો આશ્ચર્યજનક રીતે નલિયામાં ૧૫.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આજે અમરેલીમાં ૧૩, દિવમાં ૧૩.૨ અને જુનાગઢમાં ૧૨.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
ગિરનાર પર્વત ઉપર ૭.૫ ડિગ્રીએ પારો નીચે ઉતરતા ભારે ઠંડીનું પ્રમાણ જાેવા મળ્યું હતું.


