જૂનાગઢ શહેરમાં આધુનિક સુવિધાથી સજજ માધુરી સ્કીન કલીનીકનો ભવ્ય શુભારંભ
૮ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડો. માધુરી નાંઢા-સંઘવીનાં માર્ગદર્શન હેઠળ દર્દીઓને ઉત્તમ સારવાર અપાઈ રહી છે
જૂનાગઢ તા. ૧૬
વર્તમાન સમયમાં અનેક પ્રકારના દર્દોથી લોકો પીડાઈ રહયા છે. તેમાંય ચામડીના વિવિધ પ્રકારનાં રોગ તેમજ વાળ સહીતની જુદી જુદી તકલીફો નિવારવા માટે અને વિશ્વાસપાત્ર અને સારી સારવાર મળી રહે તે માટે નિષ્ણાંત સ્કીન સ્પેશ્યાલીસ્ટ પાસે સારવાર લેવી હિતાવહ બને છે. તેવા સંજાેગોમાં સ્કીન સ્પેશ્યાલીસ્ટ તરીકે સારી કામગીરી કરી રહેલા ડો. માધુરી નાંઢા-સંઘવી (એમબીબીએસ, ડીવીડી - સ્કીન અને વીડી) કન્સલટન્ટ ડર્મેટોલોજીસ્ટ, કોસ્મેટોલોજી તરીકેનો છેલ્લા ૮ વર્ષનો જુદી જુદી હોસ્પીટલોમાં ઉત્તમ સારવાર પુરી પાડી અને બહોળો અનુભવ ધરાવતા ડો. માધુરી નાંઢા-સંઘવીએ જૂનાગઢનાં આંગણે અદ્યતન સુવિધાથી સજજ માધુરી સ્કીન કલીનીક શરૂ કરેલ છે.

જૂનાગઢ શહેરનાં મોતીબાગ રોડ, રાજલક્ષ્મી પાર્ક ત્રીજા માળે, ૩૦૧, બીએમ સ્કેવર-૧ ખાતે તાજેતરમાં જ માધુરી સ્કીન કલીનીકનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તકે આમંત્રીત મહેમાનો, સ્નેહી મિત્રો, શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહયા હતા. અને ડો. માધુરી નાંઢા તેમજ પરીવારજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. જૂનાગઢ શહેરમાં અતિ આધુનિક સુવિધાથી સજજ માધુરી સ્કીન કલીનીક છે. ડો. માધુરી નાંઢા-સંઘવીનાં વડપણ હેઠળ જૂનાગઢ અને જીલ્લાની જનતાને ઘર આંગણે જ સારી સેવા મળી રહે તે માટે માધુરી સ્કીન કલીનીક કાર્યરત કરી છે. આ કલીનીકમાં અત્યઆધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.જેમાં ચામડીના વિવિધ રોગો, નખના વિવિધ રોગો, ખરતા વાળ અટકાવવા, વાળનો ગ્રોથ વધારવાની સારવાર, ખીલ તથા ખીલના ડાઘ માટે ચહેરાની કાળાશ દુર કરવા ઉપરાંત ડાર્ક સર્કલની સારવાર, કરચલીની સારવાર તેમજ ચહેરાની ચમક વધારવા, ખીલના ડાઘ દુર કરવા તેમજ દાઝની સારવાર, લાખુ દુર કરવાની સારવાર, ખોડો, ઉંદરી, ખરતા વાળ સહીતનાં વાળનાં રોગોની સારવાર, સ્કીન પોલીસીંગ અંતર્ગત ચહેરાની ચમક લાવવાની સારવાર, તલ દુર કરવા, ચેપી તથા બીનચેપી મસા દુર કરવા, અણગમતા વાળને ઓછા કરવા માટે આધુનિક ટેકનોલોજીવાળુ લેસર, ખીલના ખાડા માટે સ્ટ્રેચ માર્ક માટે લેસર સહીતની વિવિધ આધુનિક સુવિધાથી અહી આવનાર દર્દીઓને સારવાર કરવામાં આવે છે અને સ્કીન સંબંધી તમામ ફરીયાદોનો નિવેડો લાવી અને ઉત્તમ સારવાર આપવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં માધુરી સ્કીન કલીનીકના પ્રારંભ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં જ મોટી સંખ્યામાં દર્દીઓએ સારવાર મેળવી છે અને જેનાં કારણે દર્દીઓને ફાયદો થયો છે. અને જાણીતા સ્કીન નિષ્ણાંત ડો. માધુરી નાંઢા-સંઘવીની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.


