શ્રી કષ્ટભંજન દેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર

શ્રી કષ્ટભંજન દેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી તા.૧-૮-૨૦૨૬ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગારકરવામાં  આવ્યો હતો. દાદાના સિંહાસને ગુલાબના મિકસ ફુલનો દિવ્ય શણગાર કરી સિંહાસન પર ફૂલો વડે ‘જય શ્રી રામ‘ લખેલું હતું. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારાતથા ૭ કલાકે શણગાર આરતી કોઠારી શ્રીવિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.અનેક ભક્તો દ્વારા દાદાને ધજા અર્પણ કારાવાઈ હતી. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.