કિંમતી ધાતુમાં આગઝરતી તેજી : સોનુ ૧૦ ગ્રામનાં રૂા. ૧.૩૮ લાખ, ચાંદી ૧ કિલોનાં રૂા. ર,૧પ,૩૦૦

ર૦ર૬નાં પ્રારંભે સોનુ રૂા.૧.૪પ લાખ અને ચાંદીનો ભાવ રૂા.ર.૩૦ લાખ થઈ જવાની નિષ્ણાંતોની આગાહી

કિંમતી ધાતુમાં આગઝરતી તેજી : સોનુ ૧૦ ગ્રામનાં રૂા. ૧.૩૮ લાખ, ચાંદી ૧ કિલોનાં રૂા. ર,૧પ,૩૦૦
Outlook Business

(એજન્સી)   મુંબઈ, તા.૨૨
સોના-ચાંદીના ભાવોએ આજે વધુ એક વખત તેજીની છલાંગ લગાવી હતી અને નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા. સોનામાં રૂા.૧૫૦૦ તથા ચાંદીમાં ૫૦૦૦નો ભાવ વધારો થયો હતો.
રાજકોટમાં હાજર સોનુ ૧,૩૮,૦૦૦ પર પહોંચ્યું હતું. કોમોટીડી એક્સચેંજમાં ૧,૩૫,૬૦૦ સાંપડ્યું હતું. જ્યારે વિશ્વ બજારમાં ૪૩૯૬ની નવી ઉંચાઇએ પહોંચી ગયું હતું. આ જ રીતે હાજર ચાંદી ૨,૧૫,૩૦૦ થઇ હતી. કોમોડીટી એક્સચેંજમાં ૨૧૪૩૪૦ તથા વિશ્વ બજારમાં ૬૯.૩૫ ડોલરની નવી ઉંચાઇ બનાવી હતી.
સોનાની જેમ ચાંદીમાં પણ તેજીની સમાન સ્થિતિ હતી. કોમોડીટી એક્સચેંજમાં ચાંદી શુક્રવારે ૨૦૮૬૦૩ રહ્યા બાદ આજે પ્રારંભિક કામકાજમાં જ ૨૧૪૩૫૦ના સ્તરે પહોંચી ગઇ હતી. ચાલુ કેલેન્ડર વર્ષમાં ચાંદીમાં ૧૩૦ ટકાનો જાેરદાર ઉછાળો નોંધાયો છે.
સોના-ચાંદીની વર્તમાન તેજી નવા વર્ષમાં પણ ચાલુ જ રહેવાનો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે.  નિષ્ણાંતોના કહેવા પ્રમાણે નવા વર્ષના પ્રારંભે જ સોનુ ૧.૪૫ લાખને આંબી જાય તેમ છે જ્યારે ચાંદી ૨.૩૦ લાખ થઇ શકે છે.