એલન મસ્કની સંપતિમાં અભૂતપુર્વ ઉછાળો : ભારતનાં ૪૦ ટોચના ધનવાનોની કુલ સંપતિ કરતા પણ વધુ

એલન મસ્કની સંપતિમાં અભૂતપુર્વ ઉછાળો : ભારતનાં ૪૦ ટોચના ધનવાનોની કુલ સંપતિ કરતા પણ વધુ

(એજન્સી) ન્યુયોર્ક, તા.૨૨
વિશ્વનાં સૌથી ધનવાન ઉદ્યોગપતિ એલન મસ્કની સંપતિ જાણે કે દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. છેલ્લા ચાર દિવસમાં મસ્કની સંપતિમાં અસામાન્ય વધારો થયો છે અને પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવા દેશોની જીડીપી કરતા પણ મસ્કની સંપતિ વધી ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં જ મસ્કની નેટવર્થ ૧૫૦ અબજ ડોલર (૧૩.૪૬ લાખ કરોડ) વધીને ૭૫૦ અબજ ડોલર (૬૭.૧૮ લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. નેટવર્થના આ આંકડો હાંસલ કરનાર એલોન મસ્ક દુનિયાના પ્રથમ વ્યક્તિ છે. આ પુર્વે ૧૬ ડીસેમ્બરે મસ્કની સંપતિ ૬૦૦ અબજ ડોલર (૫૪ લાખ કરોડ) થઈ હતી. આ પછી ડેવલોપર સુપ્રિમ કોર્ટે એક કેસમાં તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેમાં અદાલતે ટેસ્લા પે પેકેજ ૫૬ બિલિયન ડોલરથી વધારીને ૧૩૯ અબજ ડોલર કરી દેતા નેટવર્થમાં જાેરદાર ઉછાળો નોંધાયો છેર્ ફોર્બ્સ બિલિયોનર ઈન્ડેકસમાં મસ્કની નેટવર્થ ૬૪૯ અબજ ડોલર દર્શાવવામાં આવી રહી છે જે ભારતના ટોચના ૪૦ ધનવાનોની સંયુક્ત સંપતિ જેટલી છે. આ ઉપરાંત મસ્ક પછીના ક્રમે આવતા લૈરી પેજ (૨૫૨.૬ અબજ ડોલર), લૈરી એલિશન (૨૪૨.૭ અબજ ડોલર) તથા જેફ બેજાેસ (૨૦૯.૪ અબજ ડોલર)ની સંયુક્ત સંપતિ કરતા પણ વધુ છે.